ગણપતિ વિસર્જન એટલે નવસર્જનની શરૂઆત



ગદંબા જેમની માતા છે, આદિદેવ મહાદેવ જેમના પિતા છે. અજેય યોદ્ધા અને દેવ સેનાપતિ કાર્તિકેય જેમના બનધુ છે,દેવત્વવાળી રિદ્ધિ અને સિદ્ધિ જેમની પત્નીઓ છે તથા લાભ અને શુભ જેમના પુત્રો છે તેવા સર્વ મનોરથો નિર્વિધ્ન પાર પાડનાર ભગવાન ગણેશનો મહિમા અનંત છે. ગનેશજીનુ સ્વરૂપ અનેકોત્તમ પ્રેરણા આપે છે.


આવા પરમ વિવેકી, સુબુદ્ધિશાળી, રિદ્ધિ-સિદ્ધિના દાતા અને હંમેશાં લાભશુભકર્તા ભગવાન વિનાયકની સ્થાપના ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક આપણે સૌએ તેમની જન્મતિથિએ કરી યથાયોગ્ય દીપ, ધૂપ, ફૂલ,ફ્ળ, ગોળના લાડુ તથા વિવિધ પ્રકારના નિવેધ્ અર્પણ કરીને વિધ્નેશ્વરાય નમો નમ્: ના મંત્ર થી પૂરા દ્સ દિવસ ધર્માનુસાર ભગવાન ગણેશની આરાધના શ્રદ્ધાપૂર્વક કરી. હવે આ દશ દિવસ ભક્તિમય વીતી ગયા પછી આપણી સમક્ષ આવીને ઊભી રહી છે વિનાયક અનંત ચૌદશ, ભગવાન ગણેશની આરાધનાના અત્યાંનંદમા આ ક્ષણો આપણી સૌની આંખોને ભીંજવી જાય છે કારન એટલુંજ કે આપણને મંગળકર્તા મંગળમૂર્તિ ગણેશનું સાંનિધ્ય છોડવુ ગમતું નથી. સાંસારિક દુ:ખોના નાશ માટે જેમનું સ્થાપન કરી આપણે જેમની આરાધના કરી તેમને વિદાય આપવા આપણું મન રાજી થતુ નથી. સર્જન અને વિસર્જન આ તો પ્રક્રુતિનો અચળ નિયમ છે. સૃષ્ટિમાં જે કૈ દશ્યમાન છે,જેનુ પણ સર્જન થયું છે તેનુ એક દિવસ વિસર્જન થાય છે. ઉગેલા સુરજને પણ અંતે તો ક્ષિતિજ પર ઢળવુ પડે છે. ભગવાન શ્રીક્રૃષ્ણે પણ ગીતામાં આ જ વાત કરતાં કહ્યું છે... જાતસ્ય હિ ધ્રુવોમૃત્યુધ્રુવ જન્મ મૃતસ્ય. અર્થાત જેનું સર્જન થયુ છે તેનું વિસર્જન થવનું છે અને જેનુ વિસર્જન થયું તેનુ સર્જન પણ થવાનું જ છે.


         સર્જન વિસર્જનની આ પ્રક્રિયા વસ્તવમાં પ્રકૃતિની સંતુલિતતા માટે છે. જો સર્જન સાથે વિસર્જન ન હોય તો પ્રકૃતિનુ  સંતુલન ખોરવાઇ જાય માટે ઈશ્વરે જે કંઈ નિર્માણ કર્યુ છે તેની પછળ એક અદભુત સંકેત રહેલો છે. વિસર્જન એ વિનાશ નથી... પરંતુ નવ્સર્જન નુ પ્રથમ પગથિયુ છે.
           

                ભાદરવા સુદ અનંત ચૌદશ ના દિવસે આપ્ણે ગણપતિબપ્પાનુ વિસર્જન કરિને ખરેખર તો તેમની આવઅ તા વર્ષની આરાધનાની શુભ શરુઆત જ કરિએ છે. મનોકામના પૂર્ણ કરનારા દેવ શ્રીગણેશ કળિયુગના જે ચાર સિંદૂરિયા દેવ (ગણેશ, હનુમાન, કાલભૈરવ અને ચંડી) મનાય છે. તેમાના એક છે. સિંદુર થકી ગણેશની ઉપાસના 


No comments:

Post a Comment